Aa saral upayogi melbourne Acidity thi chalti na rahat

"આ સરળ ઉપાયો થી મેળવો એસીડીટી થી ચપટીમાં રાહત!"

આજકાલ ની બીઝી લાઈફ સ્ટાઈલમાં સ્વાસ્થ્ય પ્રત્યે અનિયમિતતા ને કારણે પેટમાં બળતરા થવી એ સામાન્ય બાબત છે. એસીડીટી નો અર્થ પેટમાં વધારે એસીડ જામી જવું એમ થાય છે. જાણો આને દુર કરવા શું-શું ખાવું જોઈએ.....

* આ સમસ્યાને દુર કરવા માટે તમે તરબૂચ કે કાકડી ખાઈ શકો છો. પરવર, મસુર, કારેલા અને પાકા કેળા પણ ખાઈ શકો છો.

* સવારે અડધી કલાક ચાલો (વોક).

* ભોજન કર્યાના એક કલાક બાદ આમળાનું ચુર્ણ ખાવાથી પણ તમને આ સમસ્યાથી રીલીફ મળશે.

* પ્રતિદિન સવારે એક ચમચી જેટલા દેસી મધ માં લીંબુનો રસ નાખીને ચાટવું.

* હિંગ, લસણ અને ચદ ગુપ્પા એ ત્રણેય જડીબુટ્ટીઓને પીસીને ગોળી બનાવો અને તડકામાં સુકવી નાખો. આ ગોળીને પ્રતિદિન ખાવી.

* રોજ સવારે ખાલી પેટે ૨ થી ૩ તુલસીના પાન ચાવવા એ આ સમસ્યા માટે સારું છે.

* લવિંગ નું ઉકાળેલું પાણી રોજ પીવો. ઉપરાંત એક ચમચી વરીયાળી ખાવાથી પણ એસીડીટી દુર થાય છે.

* એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડો પીસેલો મરીનો ભુક્કો અને લીંબુનો રસ નાખી સવારે પીવાથી લાભ મળે છે.

* એસીડીટી ને દુર કરવાનો સૌથી સારો ઉપાય છે કે તરત જ નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પી લો.

* લીંબુ અને મધમાં આદુનો રસ નાખી પાણી સાથે પીવાથી પણ પેટની બળતરા શાંત થાય છે.

* ત્રિફલા ચૂર્ણને દૂધ સાથે પીવાથી એસીડીટી સમાપ્ત થાય છે અને પેટની જલન દુર થાય છે.

* જો તમને પેટમાં બળતરાની સમસ્યા રહે તો એલચી ને ચાવવી. આ સિવાય લસણની કળી ખાવાથી પણ તમને રાહત મળશે.

* ભોજન કર્યા બાદ અડધી ચમચી ખાંડ અને એક ચમચી કોથમીર ખાવાથી એસીડીટીમાં ફાયદો થાય છે.

* પુદીના ને એસીડીટી દુર કરવાનો અસરકારક ઉપાય માનવામાં આવે છે. ભોજન કર્યા બાદ એક કપ પીપરમીંટ ની ચા બનાવીને પીવી.

Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng

Note: only a member of this blog may post a comment.