Domain Name Realated Information


 "શુ છે ડોમેઈન નેમ... ?? જાણો તેના રીલેટેડ વાતો..."
જો તમે ઈંટરનેટ માં પોતાની વેબસાઈટ બનાવવા માંગો છો તો તમારે સૌપ્રથમ ડોમેઈન નેમ ખરીદવું આવશ્યક છે. ઈંટરનેટની દુનિયા માં કોઇપણ વેબસાઈટને ઓળખવા માટે એક Web Address કે Name નામ આપવામાં આવે છે. આના માધ્યમે સમગ્ર દુનિયાના લોકો તમારી વેબસાઈટ સુધી પહોચી શકે છે.

જેવી રીતે આપણા મોબાઈલની ઓળખાણ તેના નંબરથી થાય છે તેવી જ રીતે એક વેબસાઈટની ઓળખાણ તેના વેબ એડ્રેસથી થાય છે. જેમકે “www.googel.com” અને “www.yahoo.com” વગેરને ડોમેઈન નેમ કહી શકાય છે. આના સિવાય તમારી ફેવરીટ website “facebook” નું Domain Name www.facebook.com છે.

આ બધી વેબસાઈટ માટે અલગ અલગ નામ ઘરાવે છે. જયારે કોઈ વેબસાઈટનું નામ અંગ્રેજી સિવાય ગુજરાતી એક હિન્દી ઉપરાંત અન્ય ભાષામાં લખેલ હોય છે જે આપણને સમજમાં ન આવે ત્યારે તેનું ip address આપવામાં આવે છે. જે આંકડામાં દર્શાવેલ હોય છે.

જયારે આપણે ઈંટરનેટ બ્રાઉઝરમાં કોઈ વેબસાઈટનું ડોમેઈન નેમ નાખીએ છીએ ત્યારે તે domain name સર્વર પર તેને ip address માં પરાવર્તિત કરી દે છે અને આપણે તે સબંધિત વેબસાઈટ સુધી પહોચી જઈએ છીએ.

આપણા ભારતમાં domain name માટે સૌથી વધારે પ્રખ્યાત બે કંપનીઓ છે જે સારી સુવિધાઓ પૂરી પાડે છે. 1. Godaddy અને 2. Bigrock.

domain name માટે એક વર્ષની ફી 100 રૂપિયાથી લઈને 500-600 સુધીની હોઈ શકે છે. domain name માં અલગ અલગ એક્સ્ટેંશન હોય છે. એક્સ્ટેંશન મતલબ .com. જેમકે...

.edu : આ સ્કુલ, કોલેજ અને યુનિવર્સીટીઝ માટે.

.gov : સરકારી કામો માટે.

.net : નેટવર્ક માટે

.mil : સેના માટે. આ ઉપરાંત આ અલગ અલગ દેશો માટે પણ અલગ પ્રકારના હોય છે જેમકે...

.In : india માટે,

.Gb : Great britain માટે ,

.Au : Australia માટે,

.Us : United state America માટે,

.pk : Pakistan માટે અને

.fr : France માટે.
Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng

Note: only a member of this blog may post a comment.