"ક્રોમમાં ફેસબુકના બધા જ મેસેજને એકસાથે આવી રીતે કરો ડીલીટ?"
તમે કઈક બહાર હોય અને તમારું ફેસબુક લોગ આઉટ કરવાનું ભૂલી ગયા હોય ત્યારે તમને નવા વિચારો આવા લાગે. જેમકે, કોઈએ મારું ફેસબુક ઓપન કર્યું હશે, શું મારી ચેટીંગ ચેક કરી હશે વગેરે વગેરે...
આવા સમયે જયારે ઘરની બહાર નીકળો એટલે તમામ સાથે કરેલ બધી જ ચેટીંગને રીમુવ કરવા અંગે અહી જણાવ્યું છે કે કઈ રીતે બધા જ મેસેજીસને એકસાથે ડીલીટ કરવા.
આના માટે સૌપ્રથમ તમારા ક્રોમ બ્રાઉઝરમાં Facebook - Delete All Messages નામનું એક એક્સ્ટેન્શન એડ કરો. આના માટે તમે પ્રથમ હિસ્ટ્રીમાં (રાઈટ સાઈડ) જાવ. ત્યાર પછી લેફ્ટ સાઈડ બીજા નંબરે એક્સ્ટેન્શન એવું લખેલું હશે.
ત્યારબાદ એક્સ્ટેન્શન પર ક્લિક કરી સૌથી નીચે Get more extensions પર ક્લિક કરો. આના પર ક્લિક કરતા જ તે ક્રોમ વેબ સ્ટોર પર રીડાયરેકટ થશે. હવે અહીના સર્ચ બોક્સમાં Facebook - Delete All Messages લખી એક્સ્ટેન્શન બટન સિલેક્ટ કરવું.
પછી આની રાઈટ સાઈટ એડ ટુ ક્રોમ (Add to Chrome) પર ક્લિક કરી ઈંસ્ટોલ કરવું. પાંચ છ સેકંડ બાદ આ એડ્રેસ (URL) બારની લાઈનમાં છેલ્લે એડ થઇ જશે.
હવે તમારું ફેસબુક ઓપન કરો. અમારી આ ટ્રીક્સ થી તમારા બધા જ મેસેજીસ કાયમને માટે ડીલીટ થઇ જશે. હવે એડ કરેલ આ એક્સ્ટેન્શન પર ક્લિક કરો અને બાદમાં Open Your Messages લખેલું આવશે. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારા મેસેજીસ ઓપન કરો.
આમ કર્યા બાદ બીજા પેજમાં એક ટેબ ખુલશે જેમાં Begin Deletion લખેલું આવશે, તેનાં પર તમારે ક્લિક કરવું. આના પછી alert message લખેલું આવશે. જેને કન્ફર્મ કરી અને ઓકે બટન પ્રેસ કરતા બધા જ મેસેજીસ કાયમી ડીલીટ થઇ જશે.
EmoticonEmoticon
Note: only a member of this blog may post a comment.