"કોમ્પ્યુટરની જેમ સ્માર્ટફોનમાં પણ મેળવો રિસાઈકલ બિન"
શું તમારે કોમ્પ્યુટર જેવું તમારા સ્માર્ટફોનમાં રિસાઈકલ બિન નું ફીચર જોઈએ છે? તો આના માટે ગુગલ પ્લે સ્ટોરમાં જાવ અને રિસાઈકલ બિન સર્ચ કરશો તો આની ઘણી બધી એપ મળશે.
આની ખાસવાત એ છે કે તમે કોઈ પણ ફાઈલ કે ફોલ્ડર્સ ને ડીલીટ કરો ત્યારે તે તરત રિસાઈકલ બિનમાં જશે. કાયમી ડીલીટ નહિ થાય.
ઉપરાંત આ પ્રકારની એપમાં ઘણાબધા અલગ અલગ ફીચર્સ એડ કરેલ હોય છે. જેનાથી આનો ઉપયોગ કરવો પણ સરળ બની જશે. Recycle Bin એપમાં કોઈ ફાઈલ કે ફોલ્ડર્સને શેર કરવાના ઓપ્શન્સ પણ આપેલ છે.
જયારે તમે ગુગલ પ્લે સ્ટોરમાં રિસાઈકલ બિન સર્ચ કરશો ત્યારે ‘ડમ્પસ્ટર’ નામની એપ અને ‘રિસાઈકલ બિન’ એપ આવશે. આ બંને સારી છે. ફોનમાં રિસાઈકલ બિનનું આઇકોન પણ કોમ્પ્યુટર જેવું જ છે.
સામાન્ય રીતે કોમ્પ્યુટરના રિસાઈકલ બિનમાં ડીલીટ થયેલ ફાઈલ પછી નથી આવતી. પણ આમાં એવું નથી. તમે ડીલીટ કરેલ ફાઈલને રીસ્ટોરના ઓપ્શનમાં જઈને ફરીવાર લાવી શકો છો.
EmoticonEmoticon
Note: only a member of this blog may post a comment.